By Volunteer Parth Makwana, FHI Rajkot
નમસ્કાર… હું મકવાણા પાર્થ, રાજકોટ, ગુજરાતથી
નાનપણથી જ આપણને સૌને જિંદગી જીવવા માટેની પ્રાથમિક ચીજ વસ્તુઓ, એટલે કે રોટી, કપડાં અને મકાન..
આસાનીથી મળી ગયેલ હોઈ છે. અને એ ઉપરાંત શિક્ષણ પણ આપણી માટે ઉપલબ્ધ હોય છે. અને એક સારા, સમૃદ્ધ અને શિક્ષિત સમાજમાંથી આવતા હોવાથી આપણે જીવન અંગેના મૂલ્યો, ભણતર ઉપરાંતની આવડતો, વાણી-વ્યવહાર વગેરે વગેરે વસ્તુઓ આસાનીથી શીખી શકીએ છીએ.
પરંતુ, આપણા દેશમાં, આપણા સમાજમાં હજુ ઘણા એવા બાળકો અને યુવાનો છે, કે જેને ઉપરની ઘણી સવલતો મળી શકેલ નથી. રોટી, કપડાં અને મકાન તો એના માં-બાપ દ્વારા કોઈપણ રીતે પૂરું પાડવામાં આવશે. શિક્ષણ પણ ને સરકારી શાળામાંથી મેળવી લેશે.
કિન્તુ જીવન અંગેના મૂલ્યો, ભણતર ઉપરાંતની આવડતો જેવી કે ગાયન, નૃત્ય, ચિત્રકામ, નિષ્ફળતામાં કેવી રીતે કામ લેવું, બદલાતા મોડર્ન જમાના સાથે કેવી રીતે રહેવું, કેવો વાણી વ્યવહાર રાખવો, સ્વચ્છતા, સ્વસ્થતા વગેરે જરૂરી બાબતો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી તે શીખી શકશે નહીં.
જેનો મને હમેશા અફસોસ રહેતો અને એવા બાળકો માટે કંઈક કરી છૂટવાનો મોહ રહેતો. ત્યારબાદ મારા એક મિત્ર દ્વારા મને જાણવા મળ્યું મેં ભારતમાં એક નોન-પ્રોફિટ સંસ્થા આવા બાળકો અને યુવાનો માટે કાર્યરત છે. જે બાળકોને જીવનમાં જરૂરી એવી આવડતોનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે. એવી આવડતો(skills) કે જે જીવન જીવવા માટે, જીવનને સરળ બનાવવા માટે, જીવનને માણવા માટે, બાળકોમાં હોવી ખૂબ જરૂરી છે.
ફ્લાય હાયર ઇન્ડિયા(FHI) સંસ્થા થકી આ બધી જ વસ્તુઓ, પ્રાથમિક સુવિધાથી વંચિત બાળકો માટે કરી શકાય છે. જેથી હું FHI દ્વારા પ્રભાવિત થઈને તેમાં જોડાયો. અને શહેર ના અલગ અલગ ગરીબ વિસ્તારોનાં બાળકો, આ ઉપરાંત અનાથાશ્રમનાં બાળકોને માટે અમે અલગ અલગ થીમ પર અલગ અલગ પ્રવૃતિઓ કરીને, તેને ઉપયોગી જીવનલક્ષી શિક્ષણ પૂરું પાડયું અને તેઓની ખુશી જોઈને આત્મીયતાની લાગણી અનુભવી.
FHI ની ટીમ દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓથી બાળકોની આંખોમાં જે ચમક, તેના કુમળા મનમાં જે ઉત્સાહ, તેના જીવનમાં જે ખુશી મને જોવા મળે છે. બસ તે જ વસ્તુ મને FHI માં જોડાઈને આ બાળકો માટે કંઈક કરવાની પ્રેરણા પુરી પાડે છે.
FHI એ આપણા ભારત દેશનાં ભવિષ્યને પ્રોત્સાહન આપતી અને તેને સફળ બનાવતી એક સંસ્થા છે, અને તેમાં રહીને સેવા આપવાનો મને ગર્વ છે.
જય હિન્દ
Comments